ઉના ખાતે યોજાયેલા કોળી સમાજના સમુહ લગ્નના કાર્યક્રમમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના હાથના પંજામાં હવે કોઈ દમ રહ્યો નથી. પણ હવે હાવેણા વાળા આવ્યા છે. તમને ખબર હશે દિલ્હીમાં આ હાવેણા વાળાનો સફાયો થઈ ગયો છે. ઉના તાલુકાની અંદર હાવેણાવાળાનો એક પણ વ્યક્તિ હાથ પકડવા વાળા નથી
આવનારા દિવસોમાં આપણે હાવેણાની જરૂર નથી
હમણાં આમ આદમી પાર્ટીનો જન્મ થયો છે. જન્મ કોણે આપ્યો આપ સૌને ખ્યાલ છે જે હાવેણા લઈને આવ્યા છે એ હાવેણામાં જે સળિઓ છે ને એ આપણા હાવેણા વાળાની નથી એમાં હળિયું કોઈ બીજાની છે.આવનારા દિવસોમાં આપણે હાવેણાની કોઈ જરૂર નથી.













