વડોદરા જિલ્લાના સુંદરપુરા ગામમાં એક યુવકની નિર્દયી હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સુંદરપુરા ગામમાં આવેલા સલૂનમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત થયું હતું.
જૂની અદાવતના કારણે હુમલો
મૃતકની ઓળખ મિતેષ વાળંદ તરીકે થઈ છે. તે પોતાની સલૂનમાં કામ કરી રહ્યો હતો ત્યારે જૂની અદાવતના કારણે હુમલાખોરે તેના પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.













