હાલ રાજ્યમાં શિક્ષણ અને શાળાનું સંચાલન કથળી રહ્યું હોય તેવા સમાચારો સતત સામે આવી રહ્યા છે. આજે અમદાવાદની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. આવામાં વડોદરામાં એક શાળાને બાળકોને શારીરિક ત્રાસ આપવાના આરોપમાં 30000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
શું છે સમગ્ર મામલો?
વડોદરાના ભાયલીમાં આવેલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા 30000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં આવ્યો છે. બાળકોને શારીરિક ત્રાસ આપવાનો ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ પર આરોપ છે. આ સાથે ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સરકારી સૂચનાનું પાલન ન કરવાનો પણ આરોપ DEO દ્વારા લગાવવામાં આવ્યો છે. ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાયકાત વગરના શિક્ષકોને ફરજ પર રાખ્યાની વિગત પણ જિલ્લા શિક્ષણ અધિકારી આપી છે.













