વડોદરા શહેરમાં નબીરાઓનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના આજવા રોડ પર શ્રી હરિ ટાઉનશીપ પાસે એક નશામાં ધૂત કારચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. મળતી માહિતી મુજબ, કારચાલક પ્રતિક બોરસે નશામાં ચૂર થઈને બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. તેણે નિયંત્રણ ગુમાવીને એક બુલેટચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.


ટોળાએ મેથીપાક ચખાડ્યો

અકસ્માત સર્જાતા જ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ કારચાલક પ્રતિક બોરસેની હાલત જોઈને તે નશામાં હોવાનું જાણી લીધું હતું. ગુસ્સે ભરાયેલા ટોળાએ નશામાં ચૂર કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કારની તલાશી લેતા અંદરથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક કારચાલક પ્રતિક બોરસેની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Bhavnagar News : રૂ. 719 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનો પર્દાફાશ, બેંક મેનેજર સહિત વધુ 4 ની ધરપકડ

  • Follow us on: