વડોદરામાં NRI મહિલા મહિલાની નજર ચૂકવીને 18 તોલા સોનું અને 41 હજાર રૂપિયા રોકડા ભરેલા પર્સની ચોરી થવાની ઘટના બની હતી. વડોદરા પોલીસે આ બનાવમાં અમદાવાદની 3 મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે અને 7.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.62 વર્ષીય મહિલા સુનંદા માલુસરેએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સુનંદા માલુસરે તેમની નાની પુત્રી જાગૃતિની નણંદના લગ્નમાં હાજરી આપવા માટે વડોદરા આવ્યા હતા. તેઓ દંતેશ્વર વિસ્તારમાં આવેલી હોટેલમાં રોકાયા હતા. 5 ડિસેમ્બરના રોજ તેઓ ગોર્વધન હોલમાં લગ્ન સમારોહમાં હાજર રહ્યા હતા.6 ડિસેમ્બરના રોજ બપોરે આશરે 1.30 વાગ્યે સુનંદા તેમની મોટી પુત્રી ત્રિવેણી, જમાઈ મંગેશ અને બહેનપણી સાથે ઘડીયાળી પોળમાં ખરીદી કરવા ગયા હતા. તેઓ અંબા માતાની ગલીમાં આવેલી સાડીની દુકાનમાં ગયા હતા અને સાડીઓની ખરીદી કરી હતી
સાડીની દુકાનમાં પેમેન્ટ કરવા માટે કાળા પર્સમાંથી મરૂન પર્સ કાઢ્યું હતું
ત્યારબાદ 2.45 વાગ્યે તેઓ દુકાનમાંથી બહાર આવ્યા અને અલગ-અલગ જગ્યાએ ખરીદી કરીને સાંજે આશરે 6.30 વાગ્યે હોટેલ પર પરત ફર્યા હતા.રાત્રે આશરે 10 વાગ્યે સામાન પેક કરતી વખતે સુનંદાએ જાણ થઇ હતી કે તેમનું પર્સ ગાયબ છે. તેઓએ છેલ્લે જયશ્રી સિલ્ક સાડીની દુકાનમાં પેમેન્ટ કરવા માટે કાળા પર્સમાંથી મરૂન પર્સ કાઢ્યું હતું અને ત્યાર બાદ તેને પરત મૂક્યું હતું. પોલીસે અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાના તેમજ આજુબાજુના સી.સી.ટીવી ફુટેજ તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારીત આરોપીઓની માહીતી મેળવી હતી અને અમદાવાદ ખાતે જઈને ઝડપી પાડ્યા હતા અને સોનાનું મંગળસૂત્ર, સોનાનો નેકલેસ તથા એક જોડી સોનાના કાનના ઝુમકા રીકવર કરવામાં આવ્યા છે













