વડોદરામાં નેશનલ હાઇવે પર કપુરાઇ ચોકડી નજીક આજે સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. કપુરાઇ ચોકડી પાસે પુરપાટ ઝડપે આવી રહેલું એક બાઇક અચાનક ટ્રેક્ટરની ટ્રોલી નીચે ઘૂસી ગયું હતું.


ગમખ્વાર દુર્ઘટના

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકસવાર બંને લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ટ્રેક્ટરચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ઇન્ડિગો ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, અમદાવાદ આવતી-જતી 12 ફ્લાઇટ રદ

  • Follow us on: