ગોધરાની કુખ્યાત અને સંગઠિત ગુનાખોરી આચરતી 'સિગ્નલ ફળિયા ગેંગ' સામે કાયદાનો આકરો કોરડો વીંઝવામાં આવ્યો છે. આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં આ ગેંગના ચોંકાવનારા કુલ 54 જેટલા ગંભીર ગુનાઓ સપાટી પર આવ્યા છે.
6 નવા આરોપીઓની ધરપકડ કરાઈ
પુલિસની સઘન તપાસ દરમિયાન આ સંગઠિત ગુનાખોરીના નેટવર્કમાં વધુ 8 આરોપીઓના નામોનો પર્દાફાશ થયો છે. જેમાંથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 6 નવા આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોઈ તેઓને ફરાર જાહેર કરી શોધખોળ શરૂ કરાઈ છે. આ ગેંગના મુખ્ય સાગરીતો પૈકીના એક એવા ખાલિદ ઉર્ફે ચકલાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર મેળવવામાં આવ્યો છે. ખાલિદ વિરૂદ્ધ અલગ-અલગ પોલીસ મથકોમાં અગાઉથી જ 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.













