હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નિપજ્યું છે. જેના કારણે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. આ દરમિયાન ફ્રેન્ડ ઓફ ઈઝરાયેલ સંસ્થાના સ્થાપકનું નિવેદન સામે આવ્યું છે. સંદેશ ન્યૂઝ સાથે નીકિતન કોન્ટ્રાક્ટરે વાતચીત કરી હતી.
રઝા પહેલવી ઈરાન છોડી ચાલ્યા ગયા :નીકીતન
ફ્રેન્ડ ઓફ ઈઝરાયેલ સંસ્થાના સ્થાપક નીકિતન કોન્ટ્રાક્ટરે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઈરાનના રઝા પહેલવીના ઈઝરાયેલ સાથે સારા સંબંધો હતો. 47 વર્ષ પહેલા તેમણે ત્યાંના રાજા સામે ક્રાંતિ કરી હતી. ત્યાર બાદ રઝા પહેલવી ઈરાન છોડીને ચાલ્યા ગયા હતાં. હવે રઝા પહેલવીને દેશમાં પરત ફરવું છે. તેઓ પરત નહીં ફરે ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહે તેવી શક્યતાઓ છે. બીજી તરફ આસપાસના દેશો સાથે પણ ઈરાનના સંબંધો સારા નથી.













