સરકારી કામકાજમાં લાંચ-રુશ્વત લેવાની ઘટનાઓ વચ્ચે, જૂનાગઢમાં ACB (એન્ટી કરપ્શન બ્યૂરો) દ્વારા એક અસામાન્ય કિસ્સામાં FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટને 'નીલ' કરવા માટે લાંચ માંગનાર ડ્રાઇવરને છટકું ગોઠવીને ઝડપી લેવામાં આવ્યો છે.


આઉટસોર્સિંગના ધોરણે ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે આરોપી

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ડ્રાઇવર સંદીપ રાવલિયા પોલીસના એમ.ટી. વિભાગમાં આઉટસોર્સિંગના ધોરણે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો અને FSL સાથે સંકળાયેલો હતો. આ ડ્રાઇવરે એક દુષ્કર્મ કેસમાં લેવાયેલા નમૂનાઓનો FSL રિપોર્ટ પ્રભાવિત કરીને તેને 'નીલ' (Negative) કરી આપવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી.

ડ્રાઇવર સંદીપ રાવલિયાને રંગે હાથે ઝડપી લીધો

ACBની ટીમને આ મામલે જાણ થતાં, તેમણે ત્વરિત કાર્યવાહી કરી અને સફળતાપૂર્વક છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ સ્વીકારતા જ ડ્રાઇવર સંદીપ રાવલિયાને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. સરકારી લેબોરેટરીના રિપોર્ટ જેવા સંવેદનશીલ દસ્તાવેજમાં ચેડાં કરવાનો પ્રયાસ કરવા બદલ ACBએ તેની ધરપકડ કરી છે, અને આ મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: