શિનોર તાલુકાના સાધલી ગામમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સાધલી સ્કૂલની સામે જ પાંચ જેટલા શખ્સોએ બે નિર્દોષ યુવકો પર મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળી રહ્યો છે.


5 લોકોએ હથિયારોથી જીવલેણ હુમલો કર્યો

મક્કા ગરાસિયા અને રોનક ઠાકોર નામના બે યુવકો પર પાંચ શખ્સોએ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ હુમલામાં મક્કા ગરાસિયાને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે રોનક ઠાકોરને પીઠ અને હાથના ભાગે ઈજા પહોંચી છે. હાલ બંને યુવકો સાધલીની વિઘ્નહરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હુમલાનો મુખ્ય આરોપી મતીન સિંધી ફરાર

હુમલાનો મુખ્ય સૂત્રધાર મતીન સિંધી હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ગત રાત્રે જ શિનોર પોલીસે મતીન સિંધી વિરુદ્ધ નશાની હાલતમાં હોવાનો કેસ નોંધ્યો હતો. જોકે તેને કેમ છોડી દેવામાં આવ્યો અને સવાર પડતા જ તેણે ફરી આતંક મચાવ્યો, તે બાબતે પોલીસ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: