ઉતરાયણના ગણતરીના દિવસો બાકી રહેતા વડોદરાના પતંગ બજારમાં ભારે ગીરદી જોવા મળી રહી છે. પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


પતંગ, માંજો, ચશ્મા અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે ભીડ

શહેરના બજારોમાં પતંગ, માંજો, ચશ્મા અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે ભીડ જોવા મળી રહી છે. શહેરના તમામ વિસ્તારોમાં પતંગ ફીરકીના સ્ટોલ ઉભા થઇ ગયા છે તો પતંગ રસિકો દોરી માંજવાની પણ તૈયારી કરી રહ્યા છે.

ઓપરેશન સિંદૂર અને પીએમ નરેન્દ્ર મોદાના ફોટા વાળી પતંગોએ જમાવ્યું આકર્ષણ

ખાસ આકર્ષણ તરીકે આ વર્ષે ઓપરેશન સિંદૂર અને પીએમ નરેન્દ્ર મોદાના ફોટા વાળી પતંગોએ દરેકની નજર ખેંચી છે. ઓપરેશન સિંદૂર વાળી પતંગોની ધૂમ ખરીદી ચાલી રહી છે અને પતંગ રસિયાઓ હવે આકાશી પેચ કાપવા તૈયાર છે.

દરેક વસ્તુના ભાવમાં લગભગ 20 ટકા વધારો

જો કે ગત વર્ષની તુલનામાં દરેક વસ્તુના ભાવમાં લગભગ 20 ટકા વધારો થયો છે, છતાં લોકો ઉત્સાહ સાથે ખરીદી કરી રહ્યા છે. પતંગ બજારમાં રંગબેરંગી પતંગો અને નવતર ડિઝાઇન લોકોમાં ઉત્સાહ વધારવાનું કામ કરી રહ્યા છે.


આ પણ વાંચો-----    PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે

  • Follow us on: