વડોદરા શહેર જિલ્લામાં ઉપરા છાપરી સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પડી રહ્યા છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરીંગ સેલે વાઘોડીયામાં દરોડો પાડીને લાખોનો દારુ ઝડપી લીધો છે ત્યારે શહેર અને જિલ્લા પોલીસ હવે સક્રિય થઇ છે અને બુટલેગરો સામે સકંજો કસી રહી છે. શહેર પીસીબી પોલીસે હાઇવે પરથી કન્ટેનરમાં લવાઇ રહેલા 33 લાખ ઉપરાંતના દારુના જથ્થાને ઝડપી લીધો હતો.


પીસીબી પોલીસને બાતમી મળી

પીસીબી પોલીસને બાતમી મળી હતી કે હાઇવે નંબર 48 પર આવેલ હોટલ કન્ફર્ટ ઇન તથા નાયરા પેટ્રોલ પંપ વચ્ચે આવેલા ટ્રકના પાર્કિંગમાં એક કન્ટેનર પાર્ક થયેલું છે તેમાં દારુનો જથ્થો ભરેલો છે.

ખાનામાંથી દારુની 3564 બોટલ (કિંમત 3374880 રુપિયા) મળી આવી

પોલીસે આ બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. સ્થળ પર એક કન્ટેનર મળ્યું હતું જેથી પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા ખાનુ મળ્યું હતું. ખાનામાંથી દારુની 3564 બોટલ (કિંમત 3374880 રુપિયા) મળી આવી હતી.

 રમેશ કુમાર ઉર્ફે કાલુરામ ગીરધારીરામ બિશ્નોઇને ઝડપી લીધો

પોલીસે દારુના જથ્થા સાથે રાજસ્થાનના રમેશ કુમાર ઉર્ફે કાલુરામ ગીરધારીરામ બિશ્નોઇને ઝડપી લીધો હતો. તેની સામે વાસદ પોલીસ સ્ટેશનમાં તથા અસલાલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુના નોંદાયેલા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં ફૌજી નામના શખ્સે તેને આ દારુનો જથ્થો ભરી આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે ફૌજીને વોન્ટેડ જાહેર કરી તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો----    Surat News: અસામાજિક તત્ત્વોએ જાહેરમાં કાન પકડી માંગી માફી

  • Follow us on: