વડોદરા જિલ્લાના કરજણ ખાતે એમ.જી.વી.સી.એલ. વીજ કંપનીમાં ગત રાત્રીએ ચોરી કરવા આવેલા ચોરો અને સિક્યુરિટી જવાનો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં ગન મેને ફાયર કરતા 1 ચોરને ઇજા પહોંચી હતી. ઘટનામાં 2 તસ્કરને ઝડપી લેવાયા હતા.


ચોરોએ પથ્થર વડે હુમલો કર્યો

મળેલી માહિતી મુજબ મોડી રાત્રે એમજીવીસીએલમાં ચોરી માટે આવેલા 4 જેટલા વ્યક્તિઓ દીવાલ કૂદીને પ્રવેશ્યા હતા જેથી વિજ કંપનીના સિક્યુરિટી જવાનો દ્વારા ચોરીનો પ્રયાસ રોકવાનો પ્રયાસ કરાયો તો ચોરોએ પથ્થર વડે હુમલો કર્યો.

ગનમેને ફાયરિંગ કર્યું

જવાબમાં ગનમેને ફાયરિંગ કર્યું, જેમાં એક ચોર હાથના ભાગે ઘાયલ થયો હતો. સિક્યુરિટી અને ગનમેને અન્ય બે ચોરોને પકડવામાં સફળતા મેળવી હતી.

ઘાયલ ચોરને સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ લઇ જવામાં આવ્યો

બનવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલ ચોરને સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.


આ પણ વાંચો----   PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે

  • Follow us on: