વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના સામે આવી છે. અહીં નિયમ મુજબ બોટલમાં પેટ્રોલ ન આપતા બે શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કર્યો હતો. બનાવની વિગત મુજબ બે શખ્સો બોટલમાં પેટ્રોલ લેવા આવ્યા હતા. પરંતુ નિયમનું કારણ આપીને કર્મચારીએ પેટ્રોલ આપવાની ના પાડતા તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.


અન્ય સ્ટાફે વચ્ચે પડી કર્મચારીને બચાવ્યો

ગુસ્સે ભરાયેલા શખ્સોએ કર્મચારીને ધમકાવ્યો અને અચાનક તેના પર હુમલો કરીને મારામારી કરી હતી. આ ઘટનાથી પેટ્રોલ પંપ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અન્ય સ્ટાફે વચ્ચે પડીને કર્મચારીને બચાવ્યો હતો. ત્યાં સુધીમાં હુમલાખોર શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. મારામારીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: