વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સિંધુ પાર્ક સોસાયટીમાં જુગાર અડ્ડાની માહિતી મળતા વારસિયા પોલીસએ રાત્રે દરોડો પાડ્યો હતો અને 15 મહિલા ખેલીઓને રંગેહાથ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર અડ્ડા પર કાર્યવાહી
પોલીસને શહેરના સિંધુ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં રહેતી મહિલાઓ જુગાર રમતી હોવાનું માહિતી મળી હતી. પોલીસે જણાવ્યું કે, અહીં મહિલાઓ પોતાની સાથે બહારથી અન્ય ખેલીઓને બોલાવીને જુગાર રમતી હતી. પોલીસે ઘટના સ્થળ પર તપાસ કરતા 15 મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ હતી













