વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં 22 નવેમ્બરના રોજ એક ગંભીર હુમલાની ઘટના બની, જેમાં પોતાને ડોન તરીકે ઓળખાવતા શહેબાઝ પઠાણ અને તેના બે સાથીઓએ રિક્ષાચાલક નાઝીમ અબ્દુલ કાદીર ખલીલખાન પઠાણ અને તેના ભત્રીજાને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલા બાદ પોલીસે ત્વરીત પગલાં લઇ શહેબાઝ અને તેના સાગરીતોની ધરપકડ કરી હતી અને કાન પકડી માફી મગાવી હતી
હત્યાનો પ્રયાસ અને હુમલો
પીડિત પરિવારના જણાવ્યા મુજબ, નાઝીમ અને તેનો ભત્રીજો અજીમખાન આસમોહમ્મદ પઠાણ તેમના એક્ટિવા વાહનમાં ઘરે પરત ફરતા સમયે, ડીફ-કેબિન રોડ પર શહેબાઝ પઠાણ મોપેડ પર આવ્યો હતો અને બોલાચાલી કરી શહેબાઝે તેમના ગાલ પર લાફો મારી દીધો. નાઝીમ વચ્ચે પડતા તે સમયે શહેબાઝના બે મિત્રો પણ આવી પહોંચ્યા. ત્રણેયે નાઝીમને રોડની બાજુ પર લઇ જઈ લાત અને લાફા-થપ્પડ માર્યા, અને જાનથી મારી નાખવાની ધમકી આપી. નાઝીમના મોટા ભાઈ નાસીરખાને પણ બચાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. નાઝીમને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.













