વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતી મહિલા સાથે બેંગ્લોરના એક ભેજાબાજે 1.23 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ભેજાબાજે મહિલાને બીટકોઇનમાં રોકાણ કરવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા
બીટકોઈનમાં રોકાણ કરવાની લાલચ આપી
જેતલપુર વિસ્તારમાં રહેતા અનુપમાબેન પાદરા તાલુકાના લકડીકુઇ ગામમાં પોતાની માતાની સ્વજન કમ્યુનિટી કેર સારવાર માટે જતા હતા. એ સમયે તેમનો બેંગ્લોરમાં રહેતા સેમ્યુઅલ જોસેફ સાથે સંપર્ક થયો સેમ્યુઅલે અનુપમાબેનને વિશ્વાસમાં લઇને બીટકોઈનમાં રોકાણ કરવાની લાલચ આપી તેમની સાથે વિશ્વસનીયતા કેળવી, 1.26 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું.













