વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રોડમાં મોટો ભુવો પડતા નાગરિકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ભર ઉનાળામાં અચાનક રોડ ધસી જતાં લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું છે.
હમણાં જ નવો રસ્તો બનાવાયો હતો
માહિતી મુજબ કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા વિદ્યાલય પાસે થોડા સમય પહેલા જ નવો રોડ બનાવવામાં આવ્યો હતો.
અચાનક મોટો ભુવો પડી ગયો
જોકે તાજેતરમાં રોડના એક ભાગમાં અચાનક મોટો ભુવો પડી ગયો છે. આ કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઈક ચાલકો માટે અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.
તંત્રની કામગીરી પર પણ સવાલ
સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ રસ્તામાં પડેલો ભુવો સમયસર સમારકામ ન કરવામાં આવે તો મોટી દુર્ઘટના પણ બની શકે છે. લોકોનું કહેવું છે કે રોડ નવો હોવા છતાં આ રીતે ભુવો પડવો તંત્રની કામગીરી પર પણ સવાલ ઉભા કરે છે.
રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ
ભુવો પડ્યા બાદ લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે. સ્થાનિકોએ વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
આ પણ વાંચો---- Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા