વડોદરા સહિત સાવલીના સાંઢાસાલ ગામના 10 લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતાં. છેલ્લા 20 દિવસથી આ યુવકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકોએ વીડિયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માગી છે. તેમના પરિવારોએ પણ સરકાર તેમને પરત લાવે તેવી માગ કરી છે.
સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો
વડોદરા સહિત સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના કૂલ 10 યુવકોને ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને મ્યાનમાર લઈ જવાયા હતાં. આ યુવકો છેલ્લા 20 દિવસથી ત્યાં ફસાઈ ગયાં છે. આ યુવકોએ એક વીડિયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માગી છે. આ યુવકોના પરિવારજનોએ પણ તેમને પરત લાવવા માટે સરકાર પાસે માગ કરી છે. હાલમાં આ યુવકોને સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો છે.













