રાજકોટમાં 15 કિલો ચાંદીની ચોરીના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મકાન માલિકે એક મહિના પહેલા કામે રાખેલા ઘરઘાટીએ જ ઘરમાં હાથ ફેરો કર્યો હતો. ઘરઘાટીએ 17 લાખ રૂપિયાની કિંમતની 15 કિલો ચાંદીની ચોરી કરી હતી અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ચોરી અંગેની ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ કરી હતી. જેમાં ઘરઘાટી વિજય નાગણીને ઝડપી પાડવામાં આવ્યો છે.
એક મહિના પહેલા કામે રહેલા ઘરઘાટી કરી હતી ચોરી
રાજકોટમાં એક મહિના પહેલા જ કામે રાખેલા ઘરઘાટીએ 17 લાખની કિંમતની 15 કિલો ચાંદીની ચોરી કરી હતી. આ કેસમાં પોલીસે ચાંદીની ચોરી કરનાર ઘરઘાટી વિજય નાગણીની ધરપકડ કરી છે. તેની પાસેથી ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે.













