વડોદરા જિલ્લાના આંકોડિયા ગામની સીમમાંથી 10 ડિસેમ્બરના રોજ એક યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ મહિલાની હત્યા તેની બહેને તેના સાથી સાથે મળીને કરી હતી. આ મહિલાની હત્યા કરીને તેની બહેન તેનો 40 રૂપિયાનો વીમો પકવવા માંગતી હતી.


હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

વડોદરાના આંકોડિયામાં થયેલી આ હત્યાના આરોપી દ્વારા આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી રમીઝ શેખને સાથી રાખીને હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ મહિલાની હત્યા 40 લાખનો વીમો પકવવા માટે તેની જ બહેન દ્વારા કરવામાં આવી હતી. આ મામલે વડોદરા પોલીસે બહેન ફિરોઝા અને તેના પ્રેમી રીમિઝની ધરપકડ કરી હતી. હાલ તાલુકા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Vadodara News: 40 લાખના વીમાની લાલચમાં બહેને કરી બહેનની હત્યા, અંકોડિયામાં મળ્યો હતો મૃતદેહ


આ પણ વાંચો - Vadodara News: અંકોડીયા ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ



  • Follow us on: