ગુજરાતના આગામી આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ (પતંગોત્સવ) ના આયોજનમાંથી વડોદરા શહેરની બાદબાકી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ આ મામલે તત્કાલ હસ્તક્ષેપ કરી ગુજરાત ટુરિઝમ (પર્યટન) વિભાગને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે. સાંસદ ડો. હેમાંગ જોશીએ પત્રમાં જણાવ્યું છે કે વડોદરા એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે અને અગાઉ પણ શહેરે સફળતાપૂર્વક કાઈટ ફેસ્ટિવલનું આયોજન (હોસ્ટ) કર્યું છે.


ટુરિઝમ વિભાગ ના નિર્ણય સામે ફેર વિચારણા કરવા માંગ

ટુરિઝમ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણય સામે સાંસદે ફેરવિચારણા કરવાની માંગ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડોદરાના કલા-સંસ્કૃતિ પ્રેમી નાગરિકો અને પતંગબાજો આ મહોત્સવથી વંચિત ન રહેવા જોઈએ. સામાન્ય રીતે દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે રાજ્યના મુખ્ય શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગબાજોની હાજરીમાં મહોત્સવ યોજાય છે. વડોદરાનો સમાવેશ ન થવાથી સ્થાનિક ટુરિઝમ અને ઉત્સાહ પર અસર પડી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: