વડોદરાના બરોડા ડેરીમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખને 76(B)ની નોટિસ આપવામાં આવી છે. 13 માર્ચે બંનેને જવાબ આપવા જણાવાયું છે


ક્ષતિ રહી જવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે નોટિસ પર પ્રતિક્રિયા આપી કહ્યું કે, "જ્યારે પશુપાલકોને આટલું પ્રોત્સાહન સરકાર આપતી હોય ત્યારે ક્ષતિ રહી જવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન છે."

ઈ-ટેન્ડરીંગ અંગે વારંવાર પરિપત્રોનું ઉલ્લંઘન

તેમણે કહ્યું હતું કે 5 લાખથી ઉપરના કામ માટે ઈ-ટેન્ડરીંગ અંગે વારંવાર પરિપત્રોનું ઉલ્લંઘન થયું છે.

25 થી 34 ટકા ઉત્પાદન સહિત વિવિધ ખામી

ડેરીના સભાસદો માટે 300 ટન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. પરંતુ ઓડિટમાં માત્ર 25 થી 34 ટકા ઉત્પાદન સહિત વિવિધ ખામી જોઈ આવી છે તેમ પણ તેમણે કહ્યું હતું

રામસિંહ વાઘેલા ડિરેક્ટર પદે બિનહરીફ જાહેર

રાજકીય માહોલમાં, સાવલી ઝોન પાંચના ઉમેદવાર રામસિંહ વાઘેલા ડિરેક્ટર પદે બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ડેસર ઝોન છ માટે સુરપાલસિંહ પરમારને ભાજપ દ્વારા ટેલિફોનિક મેસેજથી જાણ કરી દેવામાં આવી છે.

 શુભેચ્છા મિટિંગ યોજાઈ

સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસસ્થાને બરોડા ડેરી ના ચૂંટણી મુદ્દે ઉમેદવારોનું હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સન્માન અને શુભેચ્છા મિટિંગ યોજાઈ  હતી.


આ પણ વાંચો---    Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ

  • Follow us on: