વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બે યુવકોએ જાહેરમાં એકબીજાને મારામારી કરતાં તમાશો સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા મળેલી માહિતી મુજબ, મારામારી અડધો કલાક સુધી ચાલુ રહી અને આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું.
આ યુવકો છૂટક મજૂરી કરતા શ્રમજીવી
પ્રારંભિક તપાસમાં આ યુવકો છૂટક મજૂરી કરતા શ્રમજીવી હોવાનું જાણવા મળ્યું છે. બંને નશામાં એટલા ધૂત હતા કે બંનેએ અડધા કપડા કાઢી નાખ્યા હતા અને જાહેરમાં જાણે કે કોઇ ભાન ના હોય તે રીતે મારામારી કરતા રહ્યા હતા.













