વડોદરામાં નિમેટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટથી આજવા તરફ નવી પાણી લાઇન બેસાડવાની કામગીરી દરમિયાન પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 3 દિવસ પાણી કાપ રહેશે. પાલિકા દ્વારા જણાવ્યું છે કે 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન 6 ટાંકી અને 7 બુસ્ટરને પાણી પૂરતું નહિ મળે, જેના કારણે અંદાજે 5 લાખ લોકોને પાણીની તકલીફ થશે.
લાઇનને આજવાના મેનિફોલ્ડ સાથે જોડવા માટે કામગીરી
પાણી પુરવઠામાં આ અડચણ નિમેટા પ્લાન્ટ-2માં લાઇનને આજવાના મેનિફોલ્ડ સાથે જોડવા માટે કામગીરી ચાલતી હોવાથી પાણીની સમસ્યા સર્જાશે. નવી લાઇન 750 મિમી ડાયામેટર થી 1524 મિમી લાઇનમાં અપગ્રેડ થઈ ચૂકી છે. કામગીરી પૂર્ણ થયા પછી દરેક ટાંકી દીઠ 2 એમએલડી પાણીની ક્ષમતા વધશે.













