વડોદરા શહેરની મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝના માલિક દુર્ગેશ ભુરા પરિહાર અને તેમના પુત્ર ભાવેશ પરિહાર સામે તરસાલીના ફેબ્રિકેશન સામાનના વેપારી ચિરાગ ઠક્કરે રૂ.11.49 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.


ધંધાકીય વ્યવહારમાં પિતા–પુત્રે આપેલા ઓર્ડરની ડિલિવરી થઈ હતી

વ્યવસાયિક માહિતી અનુસાર, ચિરાગકુમાર તરસાલી બાયપાસ નજીક “લાવણ્યા એન્જિનિયર્સ” નામે વેલ્ડીંગ રોડ, વાયર, કન્ઝ્યુમેબલ અને એસેસરીઝનું વેપાર કરે છે. તેની ફરિયાદ મુજબ, વર્ષ 2021–22 દરમિયાન વાઘોડિયા GIDC પ્લોટ નંબર 188/A ખાતે આવેલી મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝ સાથે ધંધાકીય વ્યવહારમાં પિતા–પુત્રે આપેલા ઓર્ડરની ડિલિવરી થઈ હતી.

32 બિલોના કુલ રૂ.11,49,201 પેમેન્ટ પેન્ડિંગ હોવા છતાં વારંવાર માંગવા છતાં રકમ ચૂકવાઈ નહોતી

32 બિલોના કુલ રૂ.11,49,201 પેમેન્ટ પેન્ડિંગ હોવા છતાં વારંવાર માંગવા છતાં રકમ ચૂકવાઈ નહોતી. ચાલે, પિતા-પુત્રે ચેક આપ્યો, પણ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે, ઓર્ડર મુજબ આપવામાં આવેલ વેલ્ડીંગ સામાનને પરિહારે અન્ય કંપનીને વેચી દીધો હતો અને કંપનીનું બેંક એકાઉન્ટ બંધ હોવા છતાં ચેક આપી દીધો.

પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

કપુરાઈ પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધ્યો છે અને દુર્ગેશ પરિહાર અને ભાવેશ પરિહાર સામે વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો--- Gujarat Latest News Live : કલોલના પૂર્વ વિસ્તારમાં ઔડા દ્વારા મેગા ડિમોલિશન,કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું

  • Follow us on: