રાજ્યમાં હાલ હત્યાના બનાવો છાસવારે સામે આવી રહ્યા છે. જેમાં ઘણી હત્યા આડાસંબંધોને કારણે થતી હોય છે. આડાસંબંધના કરૂણ અંજામનો આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. જ્યાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પત્નીને પતાવી દીધો હતો.

આરોપી મહિલા ગુલબાનો ઝડપાઈ

વડોદરામાં પત્ની દ્વારા પતિની હત્યા કરી દેવાના કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા આ કેસમાં આરોપી મહિલા ગુલબાનોને ઝડપી લેવામાં આવી છે. જે બાદ પોલીસે મહિલા આરોપીને સાથે રાખીને હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાની મળતી વિગતો અનુસાર, વડોદરમાં એક યુવકનું મોત થયું હતું. જે બાદ કુદરતી મોત માનીને આ યુવકની દફનવિધિ કરવામાં આવી હતી. પરિવારને શંકા જતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ તપાસમાં આ યુવક ઈર્શાદની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

પ્રેમી અને મિત્ર સાથે મળીને કરી પતિની હત્યા

તાંદલજામાં રહેતા પતિની હત્યા તેની જ પત્ની દ્વારા કરવામાં આવી હોવાનું આરોપી મહિલાએ પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું. આ મહિલાએ તેના પતિની હત્યા તેના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને કરી હતી. હાલ પોલીસે આરોપી ગુલબાનોની ધરપકડ કરી છે. પત્ની ગુલબાનોનો પ્રેમી અને અન્ય ઈસમ હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: