વડોદરાના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા ફતેગંજ–રાણેશ્વર સર્કલ નજીક ગઈ મોડી રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વેડફાઈ ગયું. ભંગાણના કારણે બનેલા ખાડા અને શાસ્ત્રી બ્રિજની રોડ કામગીરી સાથે મળીને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ હતી અનેક વાહનચાલકો અટવાયા.


પાણીની લાઈનમાં થયેલા ભંગાણના કારણે મોટો ખાડો પડ્યો

જાહેર વિભાગોમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. શાસ્ત્રી બ્રિજ પર કાર્પેટીંગની કામગીરી ચાલી રહી હોવાથી એક તરફનો રસ્તો બંધ છે, જ્યારે બીજી બાજુ પાણીની લાઈનમાં થયેલા ભંગાણના કારણે મોટા ખાડા પડયા છે. તંત્ર દ્વારા ખાડાનું રીપેરિંગ કરવા માટેની કામગિરી શરુ કરાઇ છે. જેના કારણે પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી

વાહનચાલકો અને સ્થાનિકોને ભારે અડચણનો સામનો

વાહનચાલકો અને સ્થાનિકોને ભારે અડચણનો સામનો કરવો પડ્યો છે. પાલિકા તંત્ર તત્કાલ નિર્ણય લઈને ભંગાણને ઠીક કરવા અને ટ્રાફિક વ્યવસ્થા જલ્દી સુધારવા માટે કાર્યરત છે.

આ પણ વાંચો---   Gujarat Flashback 2025 : આ વર્ષે વિદેશની ઘેલછામાં ગુજરાતના પરિવારો એજન્ટોની માયાજાળમાં ફસાયા હતા, ટ્રમ્પે 78 ગુજરાતીઓને પરત મોકલ્યા હતા


  • Follow us on: