વડોદરા શહેરમાં આજે એક મોટી દુર્ઘટના ટળી છે. વડોદરા શહેરની લાઈફલાઈન ગણાતી વિટકોસ બસના ડ્રાઈવરને ચાલુ બસે અચાનક ખેંચ આવતા બસ બેકાબૂ બની હતી અને રસ્તાની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માત સમયે બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા, જેઓનો સદનસીબે આબાદ બચાવ થયો છે.


ડ્રાઈવર કેબિનમાં ફસાયો, ફાયરનું રેસ્ક્યુ

કસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેમાં ડ્રાઈવરનો પગ એક્સિલરેટર અને ક્લચ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સે આધુનિક સાધનોનો ઉપયોગ કરી બસનો ભાગ કાપીને અત્યંત જહેમત બાદ ડ્રાઈવરનો પગ બહાર કાઢ્યો હતો અને તેને રેસ્ક્યુ કર્યો હતો.

મુસાફરો સુરક્ષિત, ડ્રાઈવર સારવાર હેઠળ

બસમાં સવાર તમામ 20 મુસાફરો સુરક્ષિત છે, જોકે અચાનક થયેલા અકસ્માતથી મુસાફરોમાં ચીસાચીસ અને ભયનો માહોલ ફેલાયો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરને અચાનક મેડિકલ ઈમરજન્સી આવવાને કારણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો - Vadodara News: રખડતા કૂતરાના ત્રાસમાંથી મળશે મુક્તિ


  • Follow us on: