ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસી રહેલી સ્થિતિને કારણે ગુજરાતના ઉદ્યોગોને મોટી અસર થવા પામી છે. સૌરાષ્ટ્ર અને સુરત બાદ હવે વડોદરાના ઉદ્યોગોને પણ આ યુદ્ધની અસર વર્તાઈ રહી છે. વડોદરાના ઉદ્યોગોને આ યુદ્ધને કારણે 500 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ શકે છે. આ બાબતે એક્સપોર્ટ ઈમ્પોર્ટ ક્લબના ચેરમેન કૌશલ ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે.


યુદ્ધની અસર વડોદરાના ઉદ્યોગોને પડી

એક્સપોર્ટ ઈમ્પોર્ટ ક્લબના ચેરમેન કૌશલ ગુપ્તાએ જણાવ્યું હતું કે,ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ એક મહિનો ચાલે તો વડોદરાના ઉદ્યોગોને મોટું નુકસાન સહન કરવું પડે એમ છે. ગુજરાતનો મુંદ્રા પોર્ટ ભારતનો 40 ટકા લોડ હેન્ડલ કરે છે. આ યુદ્ધને કારણે એક હજાર જેટલા ઉદ્યોગોને ફટકો પડશે. ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ 10 ડોલર ભાવ વધશે. કરોડો રૂપિયાના ઓર્ડર કેન્સલ થઈ જશે. વડોદરા ઈલેક્ટ્રીકલ હબ છે. આ યુદ્ધ પૂર્ણ થયા બાદ ભારતને ફાયદો થશે. વિનાશ થયો ત્યાંથી ઓર્ડર આવશે. ભારત માટે એક્સપોર્ટની તક વધશે. આ તકથી ભારતે રાજી થવા જેવું નથી. સુરતના ઉદ્યોગોને પણ મોટું નુકસાન સહન કરવું પડે એમ છે.


આ પણ વાંચોઃ Surendranagar News: ધ્રાંગધ્રાથી કુડા તરફનો બ્રિજ આઠ મહિનાથી બંધ છતાં ભારે વાહનોની બેરોકટોક અવરજવર


  • Follow us on: