ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નિપજ્યું છે. જેના કારણે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. આ યુદ્ધ ક્યારે અટકશે તેની હાલમાં કોઈ ખાસ વાત પ્રકાશમાં આવી નથી. પરંતુ ઈઝરાયેલમાં હાલ શું સ્થિતિ છે તે અંગે ભારતીય નાગરિકોએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી.
મોબાઈલથી મિસાઈલ આવે તેની જાણ થાય છે
ઈઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકોએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. ચંચલ બાંગા નામના વ્યક્તિએ સંદેશ ન્યૂઝને કહ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે મિસાઈલથી હુમલા થઈ રહ્યાં છે. અહીં આર્યન ડોમ હોવાથી અમે લોકો સુરક્ષિત છીએ. ઈરાનથી છોડવામાં આવેલી મિસાઈલની અમને જાણ થાય છે. અમારા મોબાઈલમાં મિસાઈલ આવી હોય ત્યારે એલાર્મ વાગે છે. આ દરમિયાન અમે શેલ્ટરમાં જતા રહીએ છીએ.













