સંઘપ્રદેશ સેલવાસમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જે તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. સેલવાસ પોલીસ સ્ટેશન નજીક એક પિતા પોતાના બાળકને કારમાં મૂકીને બહાર નીકળ્યા હતા અને અચાનક કાર લોક થઈ જતાં બાળક અંદર ફસાઈ ગયું હતું. બાળક કારની અંદર ફસાઈ જતાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે ત્યાં હાજર રહેલા સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
સ્થાનિકોએ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું
સ્થાનિકોએ ભેગા મળીને કારનું લોક ખોલ્યું હતું અને ફસાયેલા બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. આ ઘટના દર્શાવે છે કે નાના બાળકને કારમાં એકલું મૂકીને જવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં કે ગરમીના દિવસોમાં બંધ કારની અંદર બાળક માટે ગૂંગળામણ જેવી સ્થિતિ ઊભી થતાં જીવ ગુમાવવાનો ખતરો પણ રહે છે.













