જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા નજીકના કોલક નદી ઉપરનો બ્રિજ જર્જરિત થયા બાદ બંધ થતા ચાર થી પાંચ હાજર વિદ્યાર્થીઓ અને આજુબાજૂના 20થી 25 ગામોના લોકોને અવરજવર કરવા માટે પડતી મુશ્કેલીને નિવારણ લાવવા બ્રિજનું સમારકામ કરી તાત્કાલીક ચાલુ થાય એની રજૂઆત ધારાસભ્યએ કરી છે.


કોલક નદી બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે

વાપી -ધરમપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ (NHAI)નં. 56 પર છેલ્લા કેટલાક સમયથી નાનાપોંઢા નજીકના કોલક નદી બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે. જેના કારણે નાનાપોંઢા તાલુકા મથક હોવાથી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચત્તર માધ્યમિક શાળાના અંદાજીત 5000 વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે અને તે વિસ્તારના 20 થી 25 ગામોના લોકોને પબ્લીક ટ્રાન્સપોર્ટની ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

આ બ્રિજનું સમારકામ ચાલું કરવા સ્થાનિકોની માગ

જેથી નાનાપોંઢા તાલુકા નજીકના કોલક નદી બ્રિજ (મેન્ટેનન્સ) મરામતકાર્ય કરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરતા કપરાડા ધારાસભ્ય જીતુ ભાઈ ચૌધરી એ 56 ના અધિકારીઓ તેમજ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. કોલક નદીના બ્રિજ ઉપરથી બસ સહિતના ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો હોવાથી વિદ્યાર્થીઓએ અંદાજે 2 કિ.મી.ના અંતરે આવેલી શાળામાં જવા માટે આશરે 8કિ.મી.નો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે. જેથી નાનાપોંઢા નજીકના કોલક નદી બ્રિજનું મરામત કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.લોકોએ ધારાસભ્ય ને રજુઆત કરી અને ધારાસભ્ય એ તંત્ર અને અધિકારી ઓને રજુઆત કરી છે ત્યારે NH 56ના અધિકારી બ્રિજ રેપરિંગનું કામ કરવા મુહર્ત ક્યારે કરશે એ જોવું રહ્યું.


આ પણ વાંચો :  ગાંધીનગરના મગોડી પાસે ડમ્પરની ટક્કરથી મુસાફરો ભરેલી ST બસે મારી પલટી, ઘટનામાં કોઈ જાનહાની નહી


  • Follow us on: