વલસાડ જિલ્લામાં વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીનું રેપ વિથ મર્ડર કરનાર આરોપી નરાધમ રઝાક સુભાનખાનને ફાંસીની સજા આપી સમાજમાં એક મજબૂત દાખલો બેસાડયો છે. કોર્ટના આ ચૂકાદા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે આ પોસ્ટમાં કહ્યું હતું કે, માત્ર ન્યાય નહીં ઝડપથી ન્યાય મળે છે.


નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર કરી પોસ્ટ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એકસ પર પોસ્ટ લખીને કહ્યું હતું કે, ગુજરાતમાં હવે માત્ર ન્યાય નહીં ઝડપથી ન્યાય મળે છે. દુષ્કર્મના કેસમાં આરોપીઓને ફાંસી અપાય છે. મહિલા સુરક્ષા માટે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. વલસાડમાં દુષ્કર્મના આરોપીને ફાંસની સજા ફટકારવામાં આવી છે. વિપક્ષ દ્વારા મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકારને ઘેરવા મુદ્દે વલસાડના કેસને ટાંકીને નાયબ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જવાબ આપ્યો હતો.


વલસાડમાં દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા

વલસાડ જિલ્લાના વાપીમાં શ્રમિકની બાળકીને ચોકલેટની લાલચ આપીને નરાધમ આરોપી ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણે આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતો હતો. જેમાં આરોપીને દોષિત ઠેરવીને કોર્ટે તેને ફાંસની સજા ફટકારી છે.


આ પણ વાંચોઃ Valsad Breaking News : વલસાડમાં રેપ વિથ મર્ડર કેસના આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી, 6 વર્ષની બાળકી સાથે બની હતી ઘટના


  • Follow us on: