સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા 'નેશનલ રોડ સેફ્ટી મંથ' અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વલસાડ એસટી ડેપો ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસ.ટી. કર્મચારીઓ તેમજ મુસાફરોને ટ્રાફિક નિયમો સહિતના સામાજિક સુરક્ષાના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


ટ્રાફિક અને સાયબર સુરક્ષા પર ભાર

આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ દ્વારા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટના મહત્વ તેમજ વાહન ચલાવતી વખતે રાખવી પડતી સાવચેતી વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓથી બચવા માટે ઓનલાઇન છેતરપિંડી, ઓટીપી શેર ન કરવા અને અજાણી લિંક પર ક્લિક ન કરવા જેવી બાબતો અંગે સાયબર ક્રાઇમ અવેરનેસ પૂરી પાડવામાં આવી હતી.

મહિલા સુરક્ષા અંગે કરાયા જાગૃત

માર્ગ સલામતીની સાથે-સાથે મહિલાઓની સુરક્ષા પણ પોલીસની પ્રાથમિકતા રહી છે. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને લગતા ગુનાઓ, છેડતી કે અન્ય કોઈ પણ મુશ્કેલીના સમયે પોલીસની મદદ કેવી રીતે મેળવવી અને 'શી ટીમ'ની કામગીરી વિશે માહિતી આપી મહિલાઓને સશક્ત અને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી. વલસાડ પોલીસના આ બહુઆયામી અભિગમને મુસાફરો અને ડેપોના સ્ટાફ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો.


આ પણ વાંચો - Valsad Accident Video: આઇસર ચાલકે 3 વાહનોને લીધા અડફેટે



  • Follow us on: