વલસાડ રેલવે સ્ટેશન પર 8મી તારીખની રાત્રે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી જેના કારણે રેલવે પોલીસ સક્રિય બની હતી. બાળકી ટ્રેનના ટોયલેટમાં ત્યજી દેવાઈ હોવાનું જણાયું અને પોલીસે તરત જ ત્યજી દેવાનારા પર શોધખોળ શરૂ કરી.
ઝડપાયેલી સગીરાએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો
તપાસ દરમિયાન, રેલવે પોલીસને ગણતરીના કલાકોમાં આ મામલો ઉકેલવામાં સફળતા મળી. પોલીસે એક સગીરા, તેના પિતા અને બે માસીઓ*ને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલી સગીરાએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો, અને પરિવારના અન્ય સભ્યો (માતા-પિતા અને માસીઓ) સાથે મળીને બાળકીને ત્યજી આપવાનો પ્લાન બનાવ્યો હતો.













