જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આજે એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. વંથલી પાસે આવેલા ગુરૂકુળ નજીક ટ્રક, બાઈક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
ઘટનાની મળતી માહિતી અનુસાર, વંથલી હાઈવે પર આવેલા ગુરૂકુળ પાસે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈક અને ટ્રેક્ટરને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.













