ગુજરાતમા દારુ અને જુગારની પ્રવૃત્તિઓ રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જુગાર રમતા શકુનીઓને પકડવા માટે એસએમસી દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં ચિતાખાના ચોકમાં ચાલી રહેલા જુગારધામ પર એસએમસી ત્રાટકી હતી. પોલીસની કાર્યવાહીથી જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો છે.
જૂનાગઢમાં જુગારધામ પર SMC ત્રાટકી
જૂનાગઢના ચિતાખાના ચોકમાં ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન પોલીસે મોબાઈલ અને મોંઘા વાહનો જપ્ત કર્યા હતાં. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કૂલ 16 આરોપીઓને પકડી પાડ્યા હતાં. જ્યારે 14 આરોપીઓ દરોડા દરમિયાન ફરાર થવામાં સફળ રહ્યા હતાં. જેથી પોલીસે 30 લોકો સામે ફરિયાદ નોંધી છે. મુખ્ય આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસની રેડના કારણે જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.













