ગુજરાતમાં સરકાર દ્વારા બાળકોમાં રહેલુ કુપોષણ દૂર કરવા માટે યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક બની છે. હાલમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં સરકાર દ્વારા ગંભીર સવાલનો જવાબ આપવામાં આવ્યો હતો. સરકારે કબૂલાત કરી હતી કે, કુપોષિત બાળકો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી 64 ટકા જેટલી ગ્રાન્ટ વપરાઈ નથી.


995.90 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ન વપરાઇ

ગુજરાત વિધાનસભાના સત્રમાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં કુપોષિત બાળકો માટે 64.23 ટકા ગ્રાન્ટ વાપરવામાં આવી નથી. વર્ષ 2025-26માં સરકારે કુપોષણને દૂર કરવા માટે 1550 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટ પૈકી 554.42 કરોડનો વપરાશ કરવામાં આવ્યો છે. જ્યારે 995.90 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો વપરાશ થયો નથી. આમ ગ્રાન્ટ ફાળવતી સરકાર વાપરવામાં ઉણી ઉતરી હોવાનું જોવા મળી રહ્યું છે. 

આ પણ વાંચોઃ Cabinet Decision: કેરલનું નામ બદલીને કેરલમ.. કેબિનેટમાં મળી મંજૂરી


  • Follow us on: