જૂનાગઢના મોતીબાગ પાસે આવેલા પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે અને આજે નારાજ વાલી મંડળ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે.
વાલીઓ રોષે ભરાયા
જુનાગઢ મોતીબાગ પાસે આવેલા પટેલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત છેલ્લા ઘણા સમયથી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી દીકરીઓની સુરક્ષાને લઈને વાલી મંડળ લડાઈ કરી રહ્યા છે, પરંતુ ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી, ઉપરાંત ટ્રસ્ટી મંડળના કાંતિ ફળદુ દ્વારા વાલીઓને જેમ ફાવે તેમ અપ શબ્દો બોલીને અપમાન કરવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને અવારનવાર વાલી મંડળની મીટીંગો બોલાવવા માટેની રજૂઆતો છતાં વાલી મીટીંગો ના બોલાવતા વાલીઓ દ્વારા ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે.













