જુનાગઢથી કેશોદ જતી એક ટ્રેનમાં હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પર યુવતી દ્વારા છેડતીના આક્ષેપ કરવામાં આવ્યા બાદ મામલો ગરમાયો હતો અને કેટલાક લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ ચકચાર મચી ગઇ છે. જો કે પ્રિન્સીપાલે કહ્યું છે કે વીડિયોમાં તેમની પાસે બળજબરીથી કબુલાત કરાવાઇ હતી અને તેમણે પોલીસની મદદ માગી છે
વિડિયોમાં બળજબરીથી કબૂલાત કરાવવાનો દાવો
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છો જેમાં એવું જોવા મળ્યું કે પ્રિન્સિપાલ સાથે કેટલાક લોકો બોલાચાલી કરીને માર મારી રહ્યા છે. આ પ્રિન્સીપાલ ઉપર ટ્રેનમાં સવાર એક યુવતીએ આરોપ લગાવ્યા હતા કે આ શખ્સે મારી સાથે છેડતી કરી છે જેથી મામલો ગરમ બન્યો હતો













