જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના દિવસે ભગવા કપડાં પહેરીના નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી મારનાર કીર્તિ પટેલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે. કીર્તિ પટેલ સામે સાત દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. તેને રાજસ્થાનથી પકડીને જૂનાગઢ લાવવામાં આવી છે. પોલીસે મીડિયાને જોઈને ગાડી ભગાવી મુકી હતી. જૂનાગઢ કોર્ટે કીર્તિ પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવી હતી. જ્યાં તેની મેડિકલ તપાસ બાદ તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી.જૂનાગઢ કોર્ટમાં પોલીસે તેના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જેની સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ કેસમાં હજુ અન્ય શખ્સો ફરાર હોવાથી તેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલી કીર્તી પટેલને જાણે કાયદાનો ડર જ ના હોય તેમ તે પોલીસ કસ્ટડીમાં પણ હસતી અને બેફિકર જોવા મળી હતી.













