જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના દિવસે ભગવા કપડાં પહેરીના નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી મારનાર કીર્તિ પટેલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે. કીર્તિ પટેલ સામે સાત દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. તેને રાજસ્થાનથી પકડીને જૂનાગઢ લાવવામાં આવી છે. પોલીસે મીડિયાને જોઈને ગાડી ભગાવી મુકી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સમગ્ર કેસને લઈને નિવેદન આપ્યું હતું.


પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે

કીર્તી પટેલની ધરપકડને લઈને ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે કહ્યું હતું કે, કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે તેની રાજસ્થાનથી ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરીને તેના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. હજુ ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. 20 લાખની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અફઝલ સીડા નામના વ્યક્તિ પાસે તેણે ખંડણી માગી હતી અને ત્યાર બાદ આ વ્યક્તિએ કીર્તિ પટેલ સામે ગંભીર આક્ષેપ કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

મીડિયાને જોઈ પોલીસ ગાડી ભગાડી

પોલીસે વિવાદ વધતાં કીર્તિ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આખરે તે રાજસ્થાનમાં હોવાની જાણકારી મળતાં જ પોલીસે તેને રાજસ્થાનથી પકડી પાડી હતી. રાજસ્થાનથી તેને જૂનાગઢ લાવવામાં આવી હતી.પોલીસ જ્યારે કીર્તિને લઈને જૂનાગઢ પહોચી હતી ત્યારે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે કીર્તિ પટેલ સામેથી મીડિયાને પણ દૂર રાખી હતી અને ગાડી ભગાવી મુકી હતી.


આ પણ વાંચોઃ Banaskantha News: બટાકાના ભાવ તળિયે, MLA માવજી દેસાઈએ CMને પત્ર લખી સહાયની માગ કરી


  • Follow us on: