જુનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. બપોર બાદ આકાશ વાદળછાયું રહ્યા પછી મોડી રાત્રે અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભરશિયાળે પડેલા આ કવખતના વરસાદને કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેતીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે.
રાત્રે અચાનક વરસાદી ઝાપટા પડ્યા
વરસાદી ઝાપટાંને કારણે શિયાળુ પાક, ખાસ કરીને ઘઉં, ચણા અને તુવેરના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં ઉભો પાક લણણીની તૈયારીમાં હોય અથવા તૈયાર થવા પર હોય ત્યારે જ કુદરતે કહેર વર્તાવતા ખેડૂતો પાયમાલ થવાના ડરથી ચિંતિત બન્યા છે.













