અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ સાથે ઠગાઈનો કેસ સામે આવ્યો છે. હોસ્પિટલના જ ત્રણ કર્મચારીઓએ 13.49 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ કર્મચારીઓએ દર્દીઓ પાસેથી લેવાતી ફીના પૈસા પોતાના અને ખાસ સંબંધીઓના ખાતામાં જમા કરાવ્યા હતાં. સમગ્ર મામલે જનરલ મેનેજરે ફરિયાદ કરતાં જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ સાથે છેતરપિંડી

અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલના જ ત્રણ કર્મચારીઓએ હોસ્પિટલ સાથે ઠગાઈ આચરી છે. આ ત્રણ આરોપીઓએ ભેગા મળીને દર્દીઓની ફીના પૈસા પોતાના અને ખાસ સંબંધીઓના ખાતામાં જમા કરાવ્યા હોવાનો ઓડિટમાં ગોટાળો બહાર આવ્યો હતો. 13.49 લાખની ઠગાઈ સામે આવતા જ હોસ્પિટલના જનરલ મેનેજર ડો.નિનાદ ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે હોસ્પિટલના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી હતી. પોલીસે મહેન્દ્ર રાજ, સોબાન હોટલવાલા, હારૂન અંસારીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ British Airways Flight : લંડનથી હૈદરાબાદ જઈ રહેલી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટનું નાગપુરમાં કરાયું લેન્ડિંગ, જાણો કારણ


  • Follow us on: