ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા ઓર્ડર મુજબ, વરિષ્ઠ IAS અધિકારી એમ. નાગરાજનને જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે.


કોણ છે એમ. નાગરાજન?

એમ નાગરાજન ગુજરાત કેડરના અનુભવી અને બાહોશ IAS અધિકારી છે.તેઓ ટેકનોલોજી અને ડિઝિટલ ગવર્નન્સમાં ઉંડી રૂચિ ધરાવે છે અને અગાઉ અનેક મહત્વના વિભાગોમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. તેમની કાર્યશૈલી હંમેશા પરિણામલક્ષી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે તેમને આ સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારની કમાન સોંપવામાં આવી છે.

નાગરાજન સરકારી યોજનાઓનું સીધું નિરીક્ષણ કરશે

વાવ અને થરાદ પંથક રાજસ્થાનની સરહદે આવેલા છે. આ વિસ્તારોમાં નર્મદા કેનાલ, ખેતી અને સ્થાનિક વહીવટને લગતા પ્રશ્નો સતત ચર્ચામાં રહેતા હોય છે. પ્રભારી સચિવ તરીકે એમ. નાગરાજન હવે આ વિસ્તારોમાં ચાલતી સરકારી યોજનાઓનું સીધું નિરીક્ષણ કરશે. તેઓ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને વિકાસકામોને વેગ આપવાનું કાર્ય કરશે.

વાવ-થરાદના વિકાસના પ્રોજેક્ટ્સમાં ઝડપ આવશે

સામાન્ય વહીવટ વિભાગના આ આદેશ બાદ હવે વાવ-થરાદના વિકાસના પ્રોજેક્ટ્સમાં ઝડપ આવવાની અપેક્ષા છે. ખાસ કરીને ગ્રામીણ વિકાસ અને સરકારી નીતિઓના અમલીકરણમાં આવતી અડચણો દૂર કરવા માટે પ્રભારી સચિવની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે. આગામી સમયમાં જ્યારે આ વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન છે, ત્યારે એમ. નાગરાજનની નિમણૂંક વહીવટી દૃષ્ટિએ માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Junagadh: બાઈકચાલકને બચાવવા જતાં કાર ચબૂતરા સાથે અથડાઇ, એકનું મોત


  • Follow us on: