વાવ-થરાદ જીલ્લામાં તાજેતરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં મૈત્રી કરારમાં રહેતા યુવક-યુવતી પર હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ બનાવમાં યુવતીના પરિવાર દ્વારા યુવક અને યુવતી પર જીવલેણ હુમલો કરવાના આક્ષેપ કરાયા છે. બનાવ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આરોપીઓનું ખુલ્લેઆમ તાંડવ જોવા મળ્યું હોવાનું દાવો કરવામાં આવ્યો છે.













