વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલી કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુઈગામના રડોસણ ગામની સીમમાં આવેલી રડોસણ માઇનોર-2 કેનાલમાં 10 ફૂટથી વધુનું મોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે.


કેનાલમાં લાંબા સમયથી સાફ સફાઈનો અભાવ

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં લાંબા સમયથી સાફ સફાઈનો અભાવ હતો. કેનાલમાં જમેલો કચરો ના કારણે પાણીનો વહેવાર અવરોધાયો અને અંતે કેનાલ તૂટી પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું.

તંત્રની બેદરકારીના કારણે આજે ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે કેનાલની સાફ સફાઈ માટે અગાઉ અનેક વખત સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. તંત્રની બેદરકારીના કારણે આજે ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

કેનાલ તૂટવાથી નજીકના ખેતરોમાં પાણી ભરાઈ જતાં એરંડા, જીરું સહિતના પાકને ભારે નુકસાન

કેનાલ તૂટવાથી નજીકના ખેતરોમાં પાણી ભરાઈ જતાં એરંડા, જીરું સહિતના પાકને ભારે નુકસાન થયું છે. પાકને થયેલ નુકસાનથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક કેનાલની મરામત તેમજ નુકસાનનું વળતર આપવાની માંગ ઉઠી છે..


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : રાજ્યમાં સાયબર માફિયાઓનો આતંક, વીતેલા 9 મહિનામાં જ નોંધાઇ 1.42 લાખ ફરિયાદો


  • Follow us on: