વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જોકે, આ દરમિયાન દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવાભાઈ ભુરીયાનું એક સૂચક નિવેદન સામે આવ્યું છે, જેનાથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે.
કોઈ પણ ઉમેદવારના નામની જાહેરાત કરાઇ નથી
શિવાભાઈ ભુરીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલમાં જે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે તેઓ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે ફોર્મ ભરી રહ્યા છે. પાર્ટી દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી કે હાઈકમાન્ડ તરફથી કોઈ ચોક્કસ સૂચના મળી નથી. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષ પ્રક્રિયા મુજબ યોગ્ય સમયે પોતાના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરશે.













