સરહદી પંથકમાં નર્મદા કેનાલોની સમસ્યા ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે. રાછેણા અને માનોર નજીકની બે કેનાલો છેલ્લા સાત દિવસથી તૂટેલી હાલતમાં છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. આ કેનાલોમાં સાત દિવસ પહેલાં લગભગ 10 ફૂટનું મોટું ગાબડું પડ્યું હતું. ગાબડું પડવાને કારણે કેનાલના પાણી આસપાસના ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયા છે. જેને કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે.


ગાબડું પડવાને કારણે સિંચાઈના પાણીથી વંચિત રહ્યા ખેડૂતો

કેનાલ તૂટ્યા બાદ તાત્કાલિક ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નર્મદા વિભાગને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં નર્મદા વિભાગની આળસ અને બેદરકારીને કારણે સાત દિવસ વીતી ગયા હોવા છતાં કેનાલનું સમારકામ હાથ ધરાયું નથી. કેનાલ તૂટેલી હોવાથી આગળના વિસ્તારના ખેતરોમાં નર્મદાનું પાણી પહોંચી રહ્યું નથી. આ કારણોસર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: